લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / રાકેશ શર્માની બાયોપિકમાં ફરહાન અખ્તર જોવા મળશે

ભારતીય અવકાશયાત્રી રાકેશ શર્મા પર બાયોપિક બનવાની તૈયારી ચાલુ છે.ત્યારે આ ફિલ્મને સિદ્ધાર્થ રોય કપૂર નિર્માણ કરી રહ્યો છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટ અત્યાર સુધી ઘણી વખત બદલાઇ ચુકી છે.રાકેશ શર્માની બાયોપિક સેલ્યુટ સારે જહાં સે અચ્છામાં વર્તમાનમાં ફરહાન અખ્તર લીડ રોલમાં જોવા મળવાનો છે.જે બાબતે ફિલ્મના પ્રોડયુસરે સિદ્ધાર્થ રોયે જણાવ્યું હતું કે અમે શૂટિંગની શરૂઆત કરશું ત્યારે હું આ વાતની ઘોષણા કરીશ.રાકેશ શર્માની બાયોપિક પર કામ ગયા સપ્ટેબરમાં શરૂ કરવાની યોજના હતી.પરંતુ શાહરૂખ શૂટિંગ માટે તારીખ ફાળવી શક્યો નહોતો.આ પહેલા આમિર ખાનનું પણ નામ આ ફિલ્મ માટે જોડાયું હતું. તેમજ રાકશે શર્માની પત્નીના રોલ માટે કરીના કપૂર ખાન,કેટરિના કૈફ,અનુષ્કા શર્મા અને ભૂમિ પેડણેકરના નામની પણ ચર્ચા હતી.