લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / આગામી 1લી ફેબ્રુઆરીથી અંબાજી મંદિરમાં દર્શન થશે

ગુજરાતના પ્રખ્યાત અંબાજી મંદિરમાં આગામી 1લી ફેબ્રુઆરીથી દર્શન કરવાની અનુમતિ આપવામાં આવી છે.પરંતુ તેમાં કોવિડ પ્રોટોકોલનું ફરજીયાત પાલન કરવાનું રહેશે.જેના માટે દર્શનાર્થીઓએ અગાઉથી ઓનલાઇન બુકીંગ કરીને પાસ મેળવી લેવાનો રહેશે અને વેક્સિનેશન સર્ટિફિકેટ દર્શાવવું પડશે.જેમાં દર્શનાર્થીઓ માટે દર્શનનો સમય સવારે 7.30 થી 11.30,બપોરે 12.30 થી 4.15 અને સાંજે 7.00 થી 9.00 કલાક સુધીનો રહેશે.આ સિવાય 18 વર્ષથી ઉપરના તમામ દર્શનાર્થીઓએ ટ્રસ્ટની વેબસાઇટ પર ફરજીયાત ઓનલાઇન બુકીંગ કરાવવાનું રહેશે.જેમાં યાત્રિકે તેમનો મોબાઇલ નંબર,ઇમેઇલ આઇડી આપવાના રહેશે.વેક્સિનના બે ડોઝ લીધા હોય તેનું સર્ટિફિકેટ ફરજીયાત અપલોડ કરવું પડશે.જેમાં બુકીંગ થયા પછી દર્શનનો પાસ ઇ-મેઇલ કરાશે અને તેની કોપી લઇને દર્શન કરવા જવું પડશે.જેમાં પ્રત્યેક પ્રવેશાર્થીએ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે.15 થી 18 વર્ષની વયના સગીરોએ પણ વેક્સિનના પ્રથમ ડોઝનું પ્રમાણપત્ર આપવું પડશે,જ્યારે 15 વર્ષથી નાના સગીર તેમજ બાળકોને પ્રવેશ સ્થળ પર તાપમાન ચકાસણી કરી પ્રવેશ અપાશે.જ્યારે 65 વર્ષ કે તેથી વધુ વયના લોકો તેમજ દિવ્યાંગો પોતાના ઘરે રહી માતાજીની પૂજા અર્ચના કરે તેવી અપીલ કરવામાં આઅવી છે.જેમાં દર કલાકના ઓનલાઇન સ્લોટમાં વધુમાં વધુ કલાક દીઠ 150 યાત્રિકોને દર્શન માટે પ્રવેશ મળશે.