લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પુણેની સ્કૂલ-કોલેજો આગામી 1લી ફેબુ્રઆરીથી શરૂ થશે

કોવિડના દર્દીઓની સંખ્યા ઘટતા પુણેની સ્કૂલ અને કોલેજો આગામી 1 ફેબુઆરીથી ખોલવાનો જિલ્લા પ્રશાસને નિર્ણય જાહેર કર્યો છે.પુણેમાં ત્રીજી લહેરમાં દર્દીઓની સંખ્યા ઝડપભેર વધવા માંડી એ વખતે સ્કૂલ કોલેજો ખોલવાનું મુલતવી રાખવામાં આવ્યું હતું.પરંતુ હવે પરિસ્થિતિ નિયંત્રણમાં આવતા સ્કૂલ કોલેજો ખોલવાની જાહેરાત કરવામાં આવી છે.સ્કૂલ અને કોલેજો પૂરા સમય માટે નહીં પણ આંશિક સમય માટે શરૂઆતમાં ખોલવામાં આવશે તે પછી સ્થિતિનો તાગ મેળવી ફૂલટાઇમ કરાશે એમ નાયબ મુખ્યપ્રધાન અજીત પવારે જણાવ્યું હતું.