દેશમાં બેકારી વધતાં સરકાર ગામડાઓની જેમ શહેરોમાં પણ રોજગારી આપવા માટે મનરેગા જેવી યોજના લાગુ કરવા વિચાર કરી રહી છે.જેના અંતર્ગત આગામી બજેટમાં આવી યોજનાનુ એલાન થાય તેવી શક્યતા છે.ત્યારે સરકાર દ્વારા વર્તમાનમાં ઈ-શ્રમ પોર્ટલ પર અસંગઠિત ક્ષેત્રના મજૂરોનુ રજિસ્ટ્રેશન પણ આ હેતુથી કરાઈ રહ્યુ હોવાનુ કહેવાઈ રહ્યુ છે.આ મજૂરોને શહેરી મનરેગા યોજના હેઠળ રોજગારી આપવામાં આવી શકે છે.આમ આ યોજનાનુ હેતુ એ છે કે શહેરોમાં કોરોનાના કારણે રોજગાર ગુમાવનાર લોકોને ફરી કામ મળી શકે.આ પહેલા આરએસએસના શ્રમિક સંગઠન ભારતીય મજદૂર સંગઠનના આગેવાનો પણ નાણામંત્રી સાથે બજેટ પહેલા યોજાયેલી બેઠકમાં શહેરી વિસ્તારો માટે મનરેગા જેવી યોજના લાગુ કરવાની માંગ કરી ચુકયા છે.આ સિવાય શ્રમ મંત્રાલય સાથે સંકળાયેલી સંસદીય સમિતિએ પણ શહેરી વિસ્તારોમાં અર્બન નેશનલ જોબ ગેરંટી સ્કીમ લાગુ કરવા અંગેની ભલામણ કરી છે.જેથી કોરોનાના કારણે નોકરી ગુમાવનારા લોકોને રાહત મળી શકે.આમ ગ્રામ્ય વિસ્તારો માટે રોજગારી આપવા મનરેગા યોજનાને વર્ષ 2008માં યુપીએ સરકારે લાગુ કરી હતી.જેમાં એક વર્ષમાં 100 દિવસ રોજગારીની ગેરંટી આપવામાં આવે છે.જેનો ફાયદો ગ્રામ્ય વિસ્તારોમાં બેકારીની સમસ્યાને ઓછી કરવામાં મળ્યો છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved