લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / દિશા વાકાણીએ એપિસોડ દીઠ 1.5 લાખ રૂપિયા માગ્યા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો વર્ષ 2008માં શરૂ થયો હતો.ત્યારથી અત્યારસુધી આ શોના 3000થી વધુ એપિસોડ ટેલિકાસ્ટ થઈ ચૂક્યા છે.ત્યારે સિરિયલના દરેક પાત્રો ચાહકોને ઘણાં પસંદ છે.જેમાં દિશા વાકાણી વર્ષ 2017થી શોમાં જોવા મળતી નથી.જેમાં સમયાંતરે દિશા વાકાણી શોમાં પરત ફરશે તેવી ચર્ચા હતી પરંતુ હજીસુધી તે પરત ફરી નથી.દિશા વાકાણી થોડાં વર્ષના બ્રેક બાદ શોમાં પરત ફરવા માટે સંપૂર્ણ તૈયાર છે.પરંતુ તેના માટે દિશાએ મસમોટી રકમ માંગી છે.જેમાં દિશાએ શોના એક એપિસોડ દીઠ રૂ.1.5 લાખની ડિમાન્ડ કરી છે.આ ઉપરાંત તેણે મેકર્સ પાસે શરત મૂકી છે કે તે દિવસમાં માત્ર ત્રણ કલાક જ શૂટિંગ કરશે,કારણ કે તે પોતાનો સમય પરિવારને આપવા માગે છે.