ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન વજુભાઇ જાનીનું ભાવનગર ખાતે તેમના નિવાસસ્થાને નિધન થયું છે.વજુભાઈ જાનીનું 90 વર્ષની વયે નિધન થતાં કોંગ્રેસે સારા સંનિષ્ઠ કાર્યકર ગુમાવ્યા છે.જેઓ ભાવનગર જિલ્લાની મહુવા બેઠક પરથી સતત બે ટર્મ સુધી ચૂંટાયા હતા.જેઓ ઇસ.1980-85 અને ઇસ.1985-1990 સુધી મહુવા બેઠક પર વિજેતા બન્યા હતા.જે સમયે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી હતા,ત્યારે તેઓ રાજ્યના ગૃહ પ્રધાન પણ રહી ચૂક્યા હતા.ત્યારે આજે ભાવનગરના ચિત્રા મોક્ષધામ ખાતે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.વજુભાઈનો જન્મ બોરટી ગામે થયો હતો અને તેઓ હંમેશા નિરોગી,સ્વસ્થ જીવન જીવ્યા હતા. ક્યારેય પણ તેઓ હોસ્પિટલની દાદરો નથી ચડ્યા.તેમણે મહુવામાં બસમાં કંડકટર તરીકે કામની શરૂઆત કરી હતી પછી તેમણે ધીમે ધીમે સરપંચની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું,જેમાં તેઓ વિજેતા થયા હતા.આમ તેમની રાજકીય કારકિર્દની શરૂઆત સરપંચથી શરૂ કરી રાજ્યના ગૃહપ્રધાન સુધી પહોંચ્યા હતા.જેમને ચાર દીકરાઓ હતા જેમાંથી નરેન્દ્રભાઈ જાની ગાંધીનગરમાં સચિવાલયમાં કામ કરી ચુક્યા છે,જેઓ વર્તમાનમાં નિવૃત છે.બીપીનભાઈ જાની પણ પુરવઠા વિભાગમાં કામ કરી ચુક્યા છે, જે પણ નિવૃત છે.કિશોરભાઈ જાની બી.એસ.એન.એલની સર્વિસ કરે છે અને રમેશભાઈ જાની ઇરિગેશનમાં કામ કરી રહ્યા છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved