લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / વિમેન્સ વિશ્વકપના કાર્યક્રમમાં કોઈ ફેરફાર કરાયો નથી

આઈસીસી દ્વારા ન્યુઝીલેન્ડમાં આયોજિત થનારા મહિલા વન-ડે વિશ્વકપને પાછલા વર્ષે કોરોના મહામારીને કારણે સ્થગિત કરી દેવામાં આવ્યો હતો.ત્યારે ક્રિકેટ કાઉન્સીલ દ્વારા એ વાતની જાણકારી આપવામાં આવી છે કે આગામી 4 માર્ચથી 3 એપ્રિલ-2022 સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટનું આયોજન નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે જ કરવામાં આવશે.જેમા કુલ આઠ ટીમો ભાગ લેશે અને 31 મેચ રમાશે.ઈંગ્લેન્ડ આ ટૂર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરશે,જ્યારે ન્યુઝીલેન્ડ ટૂર્નામેન્ટની મેજબાની કરશે.જેમાં ટૂર્નામેન્ટની પ્રારંભીક મેચમાં ન્યુઝીલેન્ડનો સામનો વેસ્ટ ઈન્ડિઝ સામે થશે.