લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / ટ્રાઇનો ટેલિકોમ કંપનીઓને આદેશ કરાયો

ટેલિકોમ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગ્રાહકોના હિતમાં નિર્ણય લીધો છે.જેમાં તેણે તાજેતરમાં ટેલિકોમ ટેરિફઆદેશ જારી કર્યો છે.જે મુજબ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરને 28 દિવસને બદલે 30 દિવસની માન્યતાવાળા રિચાર્જ પ્લાન રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.જે આદેશ હેઠળ ૩૦ દિવસની માન્યતાવાળા પ્લાન નોટિફિકેશન જારી થયાના 60 દિવસની અંદર રજૂ કરવાના રહેશે.આ સિવાય દરેક ટેલિકોમ કંપનીઓને ઓછામાં ઓછું એક પ્લાન વાઉચર,એક સ્પેશિયલ ટેરિફ વાઉચર અને એક કોમ્બો વાઉચર રજૂ કરવાનું રહેશે.જેની વેલિડિટી 28 દિવસને બદલે ૩૦ દિવસની હોય.આ પ્લાનને જો ગ્રાહક ફરીથી રિચાર્જ કરવા માંગે તો તે વર્તમાન પ્લાનની તારીખથી જ કરાવી શકે તેવી જોગવાઇ પણ હોવી જોઇએ.