લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / વાહનમાં પેટ્રોલ-ડિઝલ ભરાવવા પીયુસી સર્ટીફીકેટ ફરજીયાત કરાશે

સરકાર પીયુસી સર્ટીફીકેટ વિનાના વાહનોને પેટ્રોલ-ડીઝલ જ નહીં ભરી દેવાનો કાયદો અમલી બનાવવાની હિલચાલમા છે.દિલ્હી સરકારે આ દિશામાં કાયદાનો મુસદો તૈયાર કરીને લોકોના સૂચન તથા અભિપ્રાય માંગ્યા છે જે પછી કાયદો લાગુ થશે. પ્રદૂષણ ઘટાડવા તથા પ્રદુષણ ફેલાવતા વાહનોને અટકાવવાના ઉદેશ સાથે કાયદો તૈયાર કરવાનું પર્યાવરણ પ્રધાન ગોપાલરાયે જણાવ્યું હતું.જે નિયમ અંતર્ગત વાહનમાં પેટ્રોલ-ડિઝલ ભરાવતી વખતે પીયુસી સર્ટીફીકેટ ફરજીયાત બનશે અને તે વિના ઈંધણ ભરી દેવામાં નહીં આવે.આમ પીયુસી ચકાસણી પ્રક્રિયા દરમ્યાન પેટ્રોલપંપો પર વાહનોની કતારો જામી ન જાય તે માટે ફાસ્ટેગના ધોરણે ઓટોમેટેડ સીસ્ટમ લાગુ કરવામાં આવશે.જેના થકી બનાવટી પીયુસી સર્ટીફીકેટ પણ પકડી શકાશે.આમ આ નીતિથી દરેક વાહનનું પ્રદૂષણ અંકુશમાં કરી શકાશે.પીયુસી સર્ટીફીકેટ વિના ઈંધણ ભરાવવાનો પ્રયાસ કરવા અથવા નાસી છુટવા બદલ રૂા.10000ની પેનલ્ટીની પણ જોગવાઈ કરવામાં આવી છે.દિલ્હીમાં પ્રદૂષણ ઝેરી બની જતુ હોય છે અને તેમાં મુખ્ય ફાળો વાહનોના પ્રદૂષણનો જ રહેતો હોવાના રીપોર્ટને પગલે આ કાયદો તૈયાર કરાયો છે.જેના અંતર્ગત તમામ પેટ્રોલપંપો પર પીયુસી સેન્ટરો પણ ખોલવામાં આવશે.