લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / એશિયા કપમાં ભારતીય મહિલા હોકી ટીમે ચીનને હરાવી બ્રોન્ઝ જીત્યો

એશિયા કપમાં ભારતે બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં ચીન સામે 2-0થી જીત હાંસલ કરતાની સાથે ભારત વર્ષ 2013 પછી પ્રથમવાર બ્રોન્ઝ મેડલ જીત્યું હતુ. આમ છેલ્લે વર્ષ 2017માં રમાયેલા એશિયા કપમાં ભારત ચીનને હરાવીને વિજેતા બન્યું હતુ.આમ ભારતે સેમિફાઈનલમાં પ્રવેશ મેળવતાની સાથે ચાલુ વર્ષે યોજાનારા મહિલા વિશ્વકપ માટે ક્વોલિફાય કરી લીધું હતુ.જેમાં ભારતીય ખેલાડીઓએ ચીન સામેની મેચમાં પ્રભુત્વ જાળવી રાખ્યું હતુ અને ભારતને મેચની 13મી મિનિટે શર્મિલા દેવીએ ગોલ ફટકારતાં સરસાઈ અપાવી હતી.ત્યારબાદ 19મી મિનિટે ગુરજીત કૌરે ગોલ નોંધાવતા ભારતને 2-0થી લીડ અપાવી હતી.જેની સામે ચીનની ટીમ એકપણ ગોલ નોંધાવી શકી નહતી અને આખરે હારી ગઈ હતી. આ સાથે ભારત ત્રીજા અને ચીન ચોથા સ્થાને રહ્યું હતુ.જ્યારે જાપાન અને સાઉથ કોરિયા વચ્ચે ફાઈનલ મેચ રમાશે.