લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / લિજેન્ડરી હોકી કેપ્ટન ચરનજીત સિંઘનું અવસાન થયું

ઈ.સ.1964ના ટોક્યો ઓલિમ્પિકમાં હોકીનો ગોલ્ડમેડલ જીતનારી ટીમના કેપ્ટન ચરનજીત સિંઘનું 90 વર્ષની વયે હિમાચલ પ્રદેશના ઉનામાં અવસાન થયું હતુ. જેઓ ઉંમરના કારણે છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને કાર્ડિયાક એરેસ્ટના કારણે તેમનું અવસાન થયું હતુ.જેઓ તેમની પાછળ બે પુત્રો અને પુત્રીને વિલાપ કરતાં છોડી ગયા છે.ભારતીય હોકી ટીમના ભૂતપૂર્વ મીડફિલ્ડર ચરનજીતસિંઘને પાંચ વર્ષ પહેલા સ્ટ્રોક આવતા તેમને પેરાલિસિસ થઈ ગયો હતો.જેઓએ ઓલિમ્પિકમાં બે મેડલ્સ જીત્યા હતા.જેમાં 1964ના ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડમેડલ જીતનારી ટીમના તેઓ કેપ્ટન રહ્યા હતા.જેમાં ભારતે પાકિસ્તાનને હરાવીને ગોલ્ડ જીત્યો હતો. તે અગાઉ ઇસ.1960ના રોમ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી ટીમમાં પણ તેઓ સામેલ હતા.આ ઉપરાંત ઈ.સ.1962ની એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનારી ટીમના પણ તેઓ સભ્ય હતા.