લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ઈંગ્લેન્ડમાં ઓમિક્રોન હળવું થતાં ફરજિયાત માસ્ક પહેરવામાંથી છૂટ અપાઈ

બ્રિટનમાં કોરોના મહામારી સંલગ્ન કેટલાક પ્રતિબંધો હટાવવામાં આવ્યા છે. જેમાં બ્રિટિશ સરકારે જણાવ્યુ હતું કે વેક્સિનના બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ કરવામાં આવતા ગંભીર બીમારીને પગલે હોસ્પિટલાઈઝેશનમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે ઈંગ્લેન્ડમાં ફરજિયાત માસ્ક પહેરવાના નિયમમાથી છૂટ આપવામાં આવી છે. આ સાથે નાઈટ ક્લબ અને અન્ય મોટા સ્થળો પરના પ્રવેશ માટે કોવિડ પાસની જરૂર પણ સમાપ્ત થઈ ગઈ છે.સરકારે ગત સપ્તાહે લોકોને ઘરેથી કામ કરવા માટેની ગાઈડલાઈનને પણ સમાપ્ત કરી હતી.આ ઉપરાંત શાળાઓમાં વર્ગની અંદર ફેસ કવરિંગને પણ રદ કરવામાં આવ્યું હતું.ઓમિક્રોનના કેસમાં ઉછાળો નોંધાતા ડિસેમ્બરમાં બ્રિટનમાં પ્લાન બી લાગુ કરવામાં આવ્યો હતો આ યોજના હેઠળ લોકોને બૂસ્ટર ડોઝ લગાવવા માટે સ્વાસ્થ્ય સેવા વેગવાન બનાવવામાં આવી હતી.બ્રિટનમાં 81 ટકા લોકોએ બૂસ્ટર ડોઝ લઈ લીધો છે.આ ઉપરાંત 12 વર્ષથી ઉપરના તમામ લોકોને ધ્યાનમાં લેતા 84 ટકા લોકોએ વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા છે.