લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / આગામી 1મેના રોજ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ યોજાશે

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરના કારણે મુલત્વી રખાયેલા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ 2022 આગામી તા.1 મે 22ના રોજ યોજવા ગુજરાત સરકારે નિર્ણય લીધો છે.જે આયોજન વધુ ભવ્ય હશે તથા તેમાં વધુ રાષ્ટ્રવડાઓ ઉપસ્થિત રહે તે શકય બનાવવા કેન્દ્ર સરકાર સાથે આયોજનમાં આગળ વધી રહી છે.આ વાઈબ્રન્ટ મહોત્સવની પુર્વ સંધ્યા તા.30 એપ્રિલના રોજ રાજય સરકાર દેશનો અત્યારસુધીનો સૌથી મોટો ડ્રોન શો પણ યોજવા જઈ રહી છે. વર્તમાનમાં દિલ્હીમાં 1000 ડ્રોન સાથેનો શો હતો પણ ગુજરાતનો શો તેનાથી અનેકગણો વિશાળ અને વૈવિધ્યસભર હશે.રાજય સરકારે વાઈબ્રન્ટ મહોત્સવ યોજવાની સાથે રાજયમાં વહેલી ચૂંટણીની શકયતાની જે અટકળો ચાલતી હતી તેને પણ પુર્ણવિરામ લગાવી દીધું છે અને ચૂંટણી ડિસેમ્બર 22ના તેના નિર્ધારિત સમયે જ યોજાશે તેવા સંકેતો આપી દીધા છે.