ભારતના પેરાએથ્લીટ દેવેન્દ્ર ઝાઝરિયાને દેશના ત્રીજા ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મભૂષણ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે.ઝાઝરિયાએ આ અગાઉ બે વખત પેરાલિમ્પિકમાં ગોલ્ડમેડલ જીત્યો હતો. જ્યારે ઓલિમ્પિકમાં ભારતની સૌપ્રથમ એથ્લેટિક્સનો ગોલ્ડ અપાવનારા નીરજ ચોપરાને પણ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ પ્રતિષ્ઠિત પદ્મ એવોર્ડના વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ઝાઝરિયાએ વર્ષ 2004ના એથેન્સ અને 2016ના રિયો પેરાલિમ્પિકમાં જેવલીન થ્રોનો ગોલ્ડ જીત્યો હતો,જ્યારે ટોક્યો પેરાલિમ્પિકમા દેવેન્દ્રએ સિલ્વરમેડલ જીત્યો હતો.બીજીતરફ જેવલીન થ્રોઅર નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચતાં ગોલ્ડમેડલ જીત્યો હતો. ભારતનો માત્ર બીજી વ્યક્તિગત મેડલ વિજેતા બન્યો હતો. અગાઉ વર્ષ 2008ના બેઇજિંગ ઓલિમ્પિકમાં ભારતીય શૂટર અભિનવ બિન્દ્રાએ ગોલ્ડમેડલ જીત્યો હતો.આમ પદ્મશ્રી એવોર્ડ વિજેતાઓમાં આઠ રમતવીરોનો સમાવેશ થાય છે. જેમાં અવની લેખારા, પ્રમોદભગત અને સુમિત એન્ટિલ જેવા પેરાએથ્લીટ્સને પદ્મશ્રી એવોર્ડ અપાશે.આ ઉપરાંત કલારિપયટ્ટુના નિષ્ણાત સંકરાનારાયણ મેનન ચુંડાયીલ,ભૂતપૂર્વ ઈન્ટરનેશનલ માર્શલ આર્ટ ચેમ્પિયન ફૈસલ અલી દાર,ભારતીય ફૂટબોલ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન બ્રાહમાનંદ સંખવાલકર તેમજમહિલા હોકી ખેલાડી વંદના કટારિયાને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવશે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved