લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મોબાઇલ ઇન્ટરનેટના વપરાશમાં ભારતીયો મોખરે જોવા મળ્યા

સ્માર્ટફોન પર સૌથી વધુ સમય વીતાવવામાં ભારતીયો પ્રથમ ક્રમે જોવા મળે છે.આ સિવાય સ્ટ્રીમિંગ અને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર પણ ભારતીયો વધુ સમય વીતાવવા લાગ્યા છે.જેમાં વર્તમાન સમયમાં વર્ક ફ્રોમ હોમના કારણે મોબાઇલ ડેટાનો વપરાશ વધ્યો છે.આમ એરિકસન મોબિલિટીના રિપોર્ટ મુજબ ભારતમાં વર્ષ 2019માં પ્રતિ વ્યક્તિ સરેરાશ 12 જીબી ડેટાનો દર મહિને ઉપયોગ કરતો હતો, જે 2020 અને 2021માં વધી જવા પામ્યો છે.જ્યારે ઉત્તર અમેરિકામાં આ આંકડો વર્ષ 2019માં પ્રતિ વ્યક્તિ 8.9 જીબી હતો,જે વર્ષ 2020માં વધીને 11.8 જીબી થયો,જ્યારે વર્ષ 2021માં આ આંકડો 14.6 જીબીને પાર કરી ગયો છે.જ્યારે પશ્ચિમ યુરોપમાં આ આંકડો વર્ષ 2019માં 7.5 જીબી હતો,જે વર્ષ 2020માં વધીને પ્રતિ માસ 11 જીબીથી પણ વધી ગયો છે જ્યારે વર્ષ 2021માં આ આંક 15.2 જીબી થઈ જવા પામ્યો છે.આમ ભારતીયો યુરોપ અને ઉત્તર અમેરિકાની તુલનાએ સ્માર્ટફોન પર વધુ સમય વીતાવે છે.આ ઉપરાંત વિશ્વમાં સૌથી સસ્તો મોબાઇલ દર ભારતમાં છે. વર્લ્ડ મોબાઇલ ડેટા પ્રાઇસિંગના રિપોર્ટ મુજબ ભારતમાં પ્રતિ એક જીબી મોબાઇલ પેકેજ વિશ્વમાં સૌથી વધુ સસ્તુ છે.જેના પછી ઇઝરાયેલ,કિર્ગિસ્તાન,ઇટલી અને યુક્રેનનો નંબર આવે છે.ભારતનું સ્માર્ટફોન માર્કેટ વાઇબ્રન્ટ છે.જેમાં નવી-નવી ટેકનોલોજી સમાવવાની ક્ષમતા છે.ત્યારે ભારતમાં પ્રતિ 1 જીબી મોબાઇલ ડેટાની કિંમત 0.09 ડોલર છે.જે રેટ ઇઝરાયેલમાં 0.11 ડોલર,કિર્ગિસ્તાનમાં 0.21 ડોલર,ઇટલીમાં 0.43 ડોલર,યુક્રેનમાં 0.46 ડોલર છે.જ્યારે સૌથી મોંઘો દર સેન્ટ હેલેનાનો છે જે ભારત કરતાં 583 ગણો મોંઘો છે.