ગુજરાત યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ જાન્યુઆરી મહિનાના અંતમાં યોજાશે. કોરોનાને કારણે આ વર્ષે ઓનલાઇન પદવીદાન સમારોહ ઓનલાઇન જ યોજાશે. આ વર્ષે 60,000 વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાશે. જેમાંથી 170 વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે.ગુજરાતમાં દર વર્ષે UG કે PGનો અભ્યાસ પૂર્ણ કરતા વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાય છે. જેમાંથી તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવે છે ત્યારે આ વર્ષે કોરોનાને કારણે પદવીદાન સમારોહ યોજાશે. જેમાં UG અને PGના 60,000 જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે.જે સમારોહ બાદ 170 તેજસ્વી વિદ્યાર્થીઓના ઘરે જઈને તેમને યુનિવર્સિટીના પ્રોફેસર કે અધિકારી દ્વારા ગોલ્ડમેડલ આપવામાં આવશે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓના ઘરે ડિગ્રી મોકલવામાં આવશે.પદવીદાન સમારોહમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા,ઉપકુલપતિ,રજિસ્ટ્રાર હાજર રહેશે તેમજ મુખ્ય મહેમાન તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર રહેશે તથા વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તે માટે નાની ઉંમરમાં સફળતા મેળવનાર કોઈ યુવા વર્ગનું વ્યક્તિ પણ જોડાશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved