લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / તાડદેવ આરટીઓમાં રોજના 930 ડ્રાઇવિંગ ટેસ્ટ થશે

તાડદેવ આરટીઓ તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત કરશે જેથી રોજની 903 ડ્રાઇવિંગ ટેસ્ટ કરી શકાશે. વર્તમાનમાં રોજની 630 ડ્રાઇવિંગ ટેસ્ટ થાય છે. તેથી લર્નિંગ લાઇસન્સ મેળવવા ટેસ્ટ સ્લોટ બુકિંગ માટે રાહ નહી જોવી પડે. આમ આ બાબતે પરિવહન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે તાડદેવ આરટીઓમા ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની મર્યાદિત ક્ષમતા હોવાથી સ્લોટ મેળવવા માટે રાહ જોવી પડતી હતી. સ્લોટ ખુલવાની થોડી જ મિનિટોમાં સ્લોટ બુક થઈ જતા હતા.ત્યારે 24મી જાન્યુઆરીથી ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની સુવિધાઓ 50 ટકા જેટલી વધી જશે. વર્તમાનમાં માત્ર એક જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ટુ વ્હિલર અને ફોર- વ્હિલર માટે ઉપલબ્ધ છે. તેવા સમયમાં આગામી 24મી જાન્યુઆરીથી વધારાનો ટ્રેક ટુ- વ્હિલર માટે ઉપલબ્ધ થશે.આમ મુંબઇમાં ચારેય આરટીઓ તાડદેવ,અંધેરી,વડાલા અને બોરીવલી ખાતે ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ માટેના કુલ દૈનિક સ્લોટ છેલ્લા કેટલાંક મહિનામાં 77 ટકાથી વધ્યા છે. વર્ષ 2020-21માં શહેરના આરટીઓ રોજ લગભગ 700 ડ્રાઇવિંગ પરીક્ષણો કરતા હતા. જે સંખ્યા 1600 જેટલી થઇ છે.