લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાતમા બેંક કર્મચારીઓ કોરોના સંક્રમિત થતાં કામકાજનો સમય ઘટાડવા માંગ કરાઇ

ગુજરાતમાં કોરોનાની વર્તમાન ત્રીજી લહેરમાં અંદાજીત 900 જેટલા બેંક કર્મચારીઓ સંક્રમિત થયા છે. ત્યારે બેંકીંગ વ્યવહારનો સમય ઘટાડવા યુનિયન દ્વારા જાણ કરવામાં આવી છે. ત્યારે મહાગુજરાત બેંક એમ્પ્લોઈઝ એસોસીએશનના કહેવા મુજબ કર્મચારીઓ સંક્રમિત થવાને પગલે અનેક બેંક બ્રાંચો બંધ કરવી પડી હતી.જેના કારણે બેંકીંગ વ્યવહારને અસર થઈ હતી.વર્તમાનમાં સંક્રમણ વધતુ જાય છે.ત્યારે બેંકોનો સમય ઘટાડીને સવારે 10 થી 1નો કરવાની માંગ કરવામાં આવી છે.જેમાં ફેડરલ બેંક,યુકો બેંક,યુનિયન બેંક,બેંક ઓફ બરોડા વગેરેની કેટલીક બ્રાંચો છેલ્લા દિવસોમાં એક થી પાંચ દિવસ બંધ રાખવાની ફરજ પડી હતી. આમ સમગ્ર બાબતે એસોસીએશનના મહામંત્રી જનક રાવલે કહ્યુ હતું કે ત્રીજી લહેરમાં રાજયભરમાં 900 જેટલા કર્મચારીઓ સંક્રમિત બન્યા છે. આ સિવાય કોવીડ પ્રોટોકોલનું પાલન કરવા માટે બેંક સેનીટાઈઝ કરવા જેવી કામગીરી માટે એક થી પાંચ દિવસ કેટલીક બ્રાંચો બંધ રાખવી પડી હતી.આમ કોવીડના કેસ ઘટે નહિં ત્યાં સુધી બેંકોમાં કામકાજ સપ્તાહમાં પાંચ દિવસ કરવા તથા પબ્લીક ડીલીંગનો સમય ઘટાડીને 10 થી 1 કરવાની માંગ કરી છે.આ સિવાય કોઈપણ બેંક કર્મચારી કોવીડ પોઝીટીવ માલુમ પડે તો બ્રાંચ 38 કલાક બંધ કરવા ઉપરાંત ગર્ભવતી તથા દિવ્યાંગ કર્મચારીઓને રજા આપવાની પણ માંગ કરવામાં આવી છે.