લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / આણંદ અને નડિયાદમાં રાત્રિ કર્ફ્યુ સાત દિવસ લંબાવાયું

કોરોના સંક્રમણ પર નિયંત્રણ મેળવવા માટે આણંદ અને નડિયાદ શહેરમાં રાત્રિ કર્ફ્યુની મુદ્દતમાં વધુ સાત દિવસનો વધારો કરવામાં આવ્યો છે.આમ ખેડા જિલ્લામાં કોરોનાના નવા 108 અને આણંદ જિલ્લામાં 343 કેસ નોંધાયા છે.આણંદ અને નડિયાદ શહેરમાં તા.29મી જાન્યુઆરી સુધી રાત્રિના 10 વાગ્યે થી સવારના 6 વાગ્યા સુધી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. જેમાં નાઇટ કર્ફ્યુ દરમિયાન હોટેલ રેસ્ટોરન્ટને હોમ ડીલીવરી સેવા 24 કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે. આમ વર્તમાનમાં આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફયુની જે સમયાવધિ તા.22-1-22ના સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે તે વધુ 7 દિવસ સુધી લંબાવીને તા.29 જાન્યુઆરી 2022 સુધીની કરવામાં આવી છે.