લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કોરોનાના સપાટામાં આવ્યા બાદ ગીતકાર ઇબ્રાહિમ અશ્કનું નિધન

કોરોના મહામારીએ કાળોકેર વર્તાવ્યો છે. ત્યારે મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં પણ અનેક સેલિબ્રિટીઓ તેના સપાટામાં આવી ગઈ છે. જેમાં 70 વર્ષીય ગીતકાર અબ્રાહમ અશ્કનો જીવ લીધો છે. તેમની નાની પુત્રીએ તેમના પિતાના અવસાનની પુષ્ટિ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. મુંબઇની મીરા રોડની હોસ્પિટલમાં તેમનો ઇલાજ ચાલતો હતો. જેઓ પહેલાથી જ હાર્ટના દર્દી હતા. તેમનું નિધન હોસ્પિટલમાં બપોરે ચાર વાગ્યે થયું હતું.આમ ઇબ્રાહિમ અશ્કે કારકિર્દીમાં બોલીવૂડના ઘણા સુપરહિટ ગીતો લખ્યા છે.જેમાંના કહો ના પ્યાર હૈ,કોઇ મિલ ગયા,વૃષ,વેલકમ,એતબાર,જશીન,બ્લેક એન્ડ વ્હાઇટ, આપ મુઝે અચ્છે લગને લગે બોમ્બે ટુ બેન્ગકોક જેવી ફિલ્મો સામેલ છે.જેમનો જન્મ મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં થયો હતો. આમ તેઓ ગીતકાર ઉપરાંત શાયર અને લેખક પણ હતા. જેમને કારકિર્દીની શરૂઆત એક પત્રકાર તરીકે કરી હતી.