Error: Server configuration issue
ચૂંટણીપંચે ચૂંટણી રેલીઓ પર પ્રતિબંધ મૂક્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ વર્ચ્યુઅલ પ્રચાર માટે તૈયારી કરી લીધી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીના ભાજપના કાર્યકરો સાથે વર્ચ્યુઅલ રીતે વાતચીત કરશે.આમ રેલીઓ પર પ્રતિબંધ બાદ પીએમ મોદી પહેલીવાર બીજેપી કાર્યકર્તાઓ સાથે વાતચીત કરવા જઈ રહ્યા છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન તે કાર્યકર્તાઓને સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે વાત કરશે અને તેને લોકો સુધી પહોંચાડવા પર ભાર આપશે.ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પહેલા કોઈ કસર છોડવા માંગતી નથી એટલા માટે પાર્ટીએ પોતાના વરિષ્ઠ નેતાઓને પ્રચાર માટે મેદાનમાં ઉતાર્યા છે. જેમાં પીએમ મોદી પોતે અને ગૃહમંત્રી અમિત શાહ આ અભિયાનનો ભાગ છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved