ઉત્તર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ દોઢ ડિગ્રી સુધી ઘટ્યું હતું. જેમાં નલિયા 8.8 ડિગ્રી સાથે પ્રથમ જ્યારે ડીસા 10.8 ડિગ્રી સાથે રાજ્યનું બીજું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. આમ વાતાવરણમાં થનાર ફેરફારના કારણે 72 કલાક બાદ ઉ.ગુ.માં ઠંડી વધુ 2- 3 ડિગ્રી સુધી ઘટશે.હવામાન વિભાગ મુજબ ઉત્તર ગુજરાતમાં આગામી 72 કલાક સુધી ઠંડીની આ સ્થિતિ યથાવત રહી શકે છે. જ્યારે બીજીબાજુ તા.21 જાન્યુઆરીએ ઉત્તર-પશ્ચિમ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. જેના કારણે રાજસ્થાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં એક સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ રચાય તેવી પ્રબળ શક્યતા છે. જેના કારણે 21મીથી ઉત્તર ગુજરાત વાદળછાયું બનશે અને 22મીથી વધુ એક વખત કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થશે.આ સાથે ઉત્તર ગુજરાતમાં જાન્યુઆરીમાં બીજીવાર અને શિયાળુ સિઝનમાં 5મીવાર માવઠાનું સંકટ તોળાયું છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved