લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પંજાબમાં તા.20 ફેબુ્આરીના રોજ મતદાન યોજાશે

પંજાબમાં તા.14 ફેબ્રુઆરીના બદલે તા.20 ફેબુ્આરીના રોજ વિધાનસભા ચૂંટણીનું મતદાન યોજાશે.જેમાં રાજયમાં તા.16 ફેબ્રુઆરીના રોજ ૨વિદાસ જયંતી તહેવા૨ હોવાથી ચૂંટણી પંચને તમામ રાજકીય પક્ષોએ મતદા૨ની તારીખ બદલવા માટે વિનંતી કરી હતી અને આજે ચૂંટણીપંચની બેઠકમાં તેનો સ્વીકા૨ પણ ક૨વામાં આવ્યો હતો. જે બેઠકમાં રાજકીય પક્ષોના પ્રતિનિધીઓનું મંતવ્ય ધ્યાને લેવામાં આવ્યું હતું. આ પહેલા કોંગ્રેસ બાદ ભાજપ અને આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીની તારીખમાં ફેરફાર કરવા માટે અપીલ કરી હતી.