બરફાચ્છાદિત આર્કેટિક વિસ્તારની જીવસૃષ્ટી સામાન્ય રીતે બીજે જોવા મળતી નથી. ત્યારે દુર્લભ ગણાતું આર્કેટિક વિસ્તારનું ઘૂવડ અમેરિકાના પાટનગર વોશિંગ્ટન શહેરના કેટલાક સ્થળોએ દેખાતા ચર્ચાનો વિષય બન્યું હતું. જેમાં વોશિંગ્ટનના કેપિટોલ હિલની આસપાસ,યૂનિયન સ્ટેશન,નેશનલ પોસ્ટલ મ્યુઝિયમ,સીનેટ બિલ્ડિંગ અને કેપટોલ પોલીસ હેડ કવાર્ટસની ઇમારત પર જોવા મળ્યું હતું.આર્કેટિક ધૂવડને ૩૩૦૦ કિમી દૂર બરફ વગરના અને જુદા પ્રકારના હવામાનમાં કેમ આવવું પડયું તે વૈજ્ઞાનિકો માટે સંશોધનનો વિષય છે.આમ કલાયમેટ ચેંજના લીધે ઘણાસમયથી આર્કટિક વિસ્તારમાં બરફ પીગળી રહયો છે.જેના કારણે તાપમાનમાં વધારો થઇ રહયો છે. ત્યારે કેટલાક પક્ષી વિજ્ઞાનીઓનું માનવું છે કે બરફિલા વિસ્તારમાંથી તે ખોરાકની શોધમાં આવ્યું હશે. વોશિંગ્ટનના ડાઉનટાઉનમાં ઉંદરોની સંખ્યા સારા એવા પ્રમાણમાં છે.આમ વોશિંગ્ટન આર્કટિકની સરખામણીમાં ઘણું ગરમ છે. દુલર્ભ ઘૂવડ આર્કેટિકના એવા વિસ્તારમાં રહે છે,જયાં બેસવા માટે ઝાડ કે ઇમારત હોતી નથી. આર્કેટિકથી ઘૂવડ માઇગ્રેટ થતા રહે છે. પરંતુ આટલા દૂર સુધી પહેલી ઘટના છે. આ અગાઉ વિન્ટર સિઝનમાં કન્સાસ,મિસૌરી,નોર્થ કેરોલિના અને મેરિલેન્ડમાં પણ જોવા મળ્યા છે.શહેરમાં ગાડીઓને ટકરાઇ શકે છે અથવા તો વીજળીના તારનો કરંટ લાગી શકે છે.આ પ્રકારના વાતાવરણથી આર્કેટિક ઘૂવડ જરાં પણ ટેવાયેલું નથી. બરફનું ઘૂવડ 25 થી ૩૦ વર્ષ સુધી જીવે છે,પરંતુ તેનો શિકાર થવાનો ભય વધુ રહેલો છે. આર્કેટિક ઘૂવડ વિન્ટરમાં વધુ સક્રિય રહે છે. પુખ્ત ઘૂવડ 21 થી 26 ઇંચ લાંબુ હોય છે. પાંખોનો વિસ્તાર 5 ફૂટ જેટલો હોય છે. તેનું વજન સરેરાશ 1.46 કિલોગ્રામ હોય છે. જે ઘૂવડ સફેદ હોય છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved