લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગીને અયોધ્યાથી ચૂંટણી લડાવાશે

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અયોધ્યાની બેઠક પરથી ચૂંટણી લડાવવા માટે તૈયારી કરી રહ્યું છે. ભાજપમાં ટિકિટ ફાળવવાને લઈને મંથન શરૂ થઈ ચૂક્યું છે. દિલ્હીમાં ભાજપની કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં યોગી આદિત્યનાથ અને રાજ્યના બે નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પાર્ટીના નેતાએ જણાવ્યુ હતું કે સીએમ યોગી આદિત્યનાથને અયોધ્યાથી ચૂંટણી લડાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. જેનાથી સમગ્ર રાજ્યમાં હિન્દુત્વનો સંદેશ જશે. આ પહેલા યોગી આદિત્યનાથને મથુરા સીટથી ચૂંટણી લડાવવાની ચર્ચા હતી. અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે,જ્યારે કાશીમાં વિશ્વનાથધામ કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું અને મથુરામાં પણ યુપી સરકારે કેટલાક નવા પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે.