લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / અમેરિકામાં ફુગાવાનુ સ્તર ત્રણ દાયકાની ટોચે પહોચ્યું

અમેરિકામાં ડિસેમ્બરમાં ફુગાવો વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનાએ વધીને 7 ટકાએ પહોંચ્યો છે. જેના કારણે ફૂડ,ગેસ,ભાડાં અને અન્ય જરૂરિયાતોના ભાવમાં થયેલા વધારાના લીધે અમેરિકાના કુટુંબોના ખર્ચમાં વધારો થયો છે.રોગચાળા પછી આવેલી રિકવરીના લીધે અમેરિકનોએ કાર,ફર્નિચર અને એપ્લાયન્સીસ પાછળના ખર્ચમાં વધારો કરતા ફુગાવામાં વધારો નોંધાયો છે. આ ઉપરાંત સેમી કંડક્ટર અને અન્ય પાર્ટ્સની અછતે પણ ભાવવૃદ્ધિમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.આ ભાવવધારાએ અમેરિકનોને મળેલા પગારવધારાને શોષી લીધો છે. જેમાં નીચી આવક જૂથમાં આવતા લોકોને મૂળભૂત કે જરૂરિયાતના ખર્ચા જ પોષાઈ શકે છે.