લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ક્રિકેટરો માટે નવો નિર્ણય જાહેર કર્યો

શ્રીલંકાના બે ખેલાડીઓએ થોડા સમયના અંતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કર્યા બાદ ચોંકી ઉઠેલા ક્રિકેટ બોર્ડે ક્રિકેટરો માટે નવો નિર્ણય જાહેર કર્યો છે.જેમા બીજી નોકરીમાં રાજીનામુ આપતા પહેલા એક મહિનાનો નોટિસ પિરિયડ હોય છે તે રીતે શ્રીલંકાના ખેલાડીઓએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેતા પહેલા ત્રણ મહિનાનો નોટિસ પિરિયડ આપવો પડશે. જે ખેલાડીઓ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લેવા માંગતા હોય તેમણે 3 મહિના પહેલા શ્રીલંકા ક્રિકેટ બોર્ડને જાણ કરવી પડશે ત્યારપછી તેઓ નિવૃત્તિ લઈ શકશે. આ સિવાય ખેલાડીઓને બીજા દેશોની ફ્રેન્ચાઈઝી લીગમાં રમવા માટે બોર્ડનુ એનઓસી લેવુ પડશે અને નિવૃત્તિના 6 મહિના બાદ તેમને એનઓસી આપવામાં આવશે.આમ રિટાયર થયેલા ખેલાડીઓને ઘરેલુ લીગમાં પણ ત્યારે જ રમવા મળશે જ્યારે તેમણે લીગના આયોજન પહેલા ઘરેલુ ક્રિકેટ સીઝનમાં 80 ટકા મેચો રમી હોય.