રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલની બહુદેશીય નાણાકીય સંસ્થા એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંકના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.જેનું મુખ્યાલય ચીનના બેઈજિંગ શહેરમાં આવેલું છે.ભારત એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંકનું સંસ્થાપક સદસ્ય છે. ચીન બાદ ભારત પાસે તેના બીજા સર્વાધિક મતદાનના અધિકાર છે. આ બેંકના અધ્યક્ષ ચીનના પૂર્વ નાણા ઉપમંત્રી જિન લિકુઆન છે. જેમાં ઉર્જિત પટેલ બેંકના 5 ઉપાધ્યક્ષોમાંથી એક હશે. જેમનો કાર્યકાળ 3 વર્ષનો રહેશે.તેઓ આગામી મહિને પદભાર ગ્રહણ કરશે.ઉર્જિત પટેલ એઆઈઆઈબીના વર્તમાન ઉપાધ્યક્ષ ડી.જે પાંડિયનનું સ્થાન લેશે.પાંડિયન દક્ષિણ એશિયા,પ્રશાંત દ્વીપસમૂહ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં એઆઈઆઈબીના ઋણના પ્રભારી છે.પાંડિયન અગાઉ ગુજરાતના મુખ્ય સચિવ રહી ચુક્યા છે. જેઓ આ મહિનાના અંત સુધીમાં ભારત પરત આવશે. આમ ઉર્જિત પટેલ ભારતીય રિઝર્વ બેંકના 24મા ગવર્નર હતા. જેમણે 5 સપ્ટેમ્બર,2016ના રોજ રઘુરામ રાજનની વિદાય બાદ પદભાર ગ્રહણ કર્યો હતો. જેઓએ ડિસેમ્બર 2018માં અંગત કારણોસર ગવર્નર પદેથી રાજીનામુ આપ્યું હતું.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved