લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અમેરિકામાં ઈમર્જન્સી સેવાઓમાં સ્ટાફની અછત જોવા મળી

યુરોપ અને અમેરિકા બાદ ભારતમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં સમગ્ર વિશ્વમાં કોરોનાના 26.96 લાખ નવા કેસ સામે આવ્યા છે. ત્યારે અમેરિકામાં ફરીએકવાર સૌથી વધુ 8.49 લાખ,ફ્રાન્સમાં 3.28 લાખ,યુકેમાં 1.78 લાખ,ભારતમાં 1.41 લાખ,સ્પેનમાં 1.15 લાખ,આર્જેન્ટીનામાં 1.10 લાખ જ્યારે ઇટાલીમાં 1.08 લાખ કોરોનાના નવા કેસ મળ્યા છે. આ સિવાય છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 6,369 લોકોનાં મોત થયાં છે.આમ અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 8.49 લાખ કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે દરરોજ સરેરાશ 7 લાખ કોરોના અને ઓમિક્રોનના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે સ્થિતિ એટલી ખરાબ થઈ રહી છે કે દેશમાં સરકારી કર્મચારીઓની પણ અછત દેખાઈ રહી છે.