મુંબઈમા 15 થી 18 વર્ષની વયના તરૂણોનું રસીકરણ શરૂ થઈ રહ્યું છે. મુંબઈ મહાનગરપાલિકાએ આ વયજૂથના 9 લાખ બાળકોને અલગ-અલગ સેન્ટરમાં રસીકરણની વ્યવસ્થા કરી છે. જેના માટે મ્યુનિસિપલ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે વોર્ડ મુજબના કેન્દ્રો વહેંચવામાં આવ્યા છે. ત્યારે આરોગ્ય,વાહનવ્યવહાર અને શિક્ષણ બોર્ડના સંકલનમાં આ જૂથના વિદ્યાર્થીઓનું રસીકરણ શરૂ કરવામાં આવશે.આમ જે તે વોર્ડની મ્યુનિસિપલ શાળાઓના વિદ્યાર્થીઓ માટે કેન્દ્રો વિભાજિત કર્યા છે જેમાં બાળકો માટે રસીકરણની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.કોવિન એપ્લિકેશન પર નોંધણી શરૂ થઈ ગઈ છે અને રસીકરણને ઓફલાઇન પ્રોત્સાહિત કરવામાં આવશે.રસી અપાવવા માતા-પિતા તેમના તરૂણો સાથે આવી શકે છે,પરંતુ તેઓ ચેપ અટકાવવા સાવચેતી રાખે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.કેન્દ્ર સરકારની સૂચના મુજબ મુંબઈમાં 16મી જાન્યુઆરી 2021થી કોવિડ-19 સામે નિવારક રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું.આ રસીકરણ કાર્યક્રમમા પ્રથમ અગ્રતાજૂથ 45 વર્ષથી ઉપરના નાગરિકો અને પછી 1 મે 2021 થી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને રસી આપવામાં આવી છે. જેના માટે 302 મ્યુનિસિપલ અને સરકારી હોસ્પિટલોમાં અને 149 ખાનગી હોસ્પિટલોમાં 451 કોવિડ 19 રસીકરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને કેન્દ્ર અને રાજ્ય સરકારો વતી અત્યારસુધીમા 1,20,65,830 લોકોને રસી મળી છે. જ્યારે 99,24,721 લાભાર્થીઓને પ્રથમ ડોઝ અને 79,17,703 લાભાર્થીઓને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved