લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ભારત સામેની વન ડે શ્રેણી માટે સાઉથ આફ્રિકાની ટીમ જાહેર કરવામાં આવી

સાઉથ આફ્રિકાએ ભારત સામેની વનડે શ્રેણી માટે બવુમાની આગેવાની હેઠળની 17 સભ્યોની વન ડે ટીમની જાહેરાત કરી છે. જેમાં ઈજાગ્રસ્ત નોર્ટ્જે ભારત સામેની વન ડે શ્રેણી ગુમાવશે. જેના સ્થાને યુવા ફાસ્ટ બોલર માર્ક જેન્સનને તક આપવામાં આવી છે. ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની વન ડે શ્રેણી 19મી જાન્યુઆરીથી શરૂ થશે. જે પછી 21મી અને 23મી જાન્યુઆરીએ બીજી અને ત્રીજી વનડે રમાશે. આમ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનારા ડી કોકને વન ડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જેમાં બવુમાના ડેપ્યુટી તરીકે કેશવ મહારાજને પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે પારનેલ,મગાલા અને હમ્ઝાએ પણ ટીમમાં સ્થાન જાળવ્યું છે.
સાઉથ આફ્રિકાની વન ડે ટીમ- બવુમા (કેપ્ટન),મહારાજ (વાઈસ કેપ્ટન),ડી કોક, હમ્ઝા,જેન્સન,મલાન,મગાલા,માર્કરામ,મીલર,એનગિડી,પારનેલ,ફેહલુકવાયો, પ્રેટોરિઅસ,રબાડા,શમ્સી,વાન ડેર ડુસેન,વારેયને.