દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના વધી રહેલા કેસના પગલે સરકારે યેલો એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં દિલ્હી રાજ્ય સરકારના કહેવા મુજબ દિલ્હીમાં પ્રતિબંધોનુ પ્રમાણ વધશે. ત્યારે મુખ્યમંત્રી અરિવંદ કેજરીવાલે કહ્યુ હતુ કે કોરોનાના કેસ વધ્યા છે પણ વેન્ટિલેટર કે ઓક્સિજનનો ઉપયોગ વધ્યો નથી.દિલ્હીમાં સરકાર અગાઉના મુકાબલે 10 ગણી વધુ તૈયાર છે. યેલો એલર્ટ હેઠળ કયા પ્રકારના પ્રતિબંધો લાગુ કરવામાં આવશે તેની ગાઈડલાઈન હવે પછી જાહેર કરવામાં આવશે. આમ દિલ્હીમાં વર્તમાનમાં ઓમિક્રોનના 160 જેટલા કેસ છે. ત્યારે સામાન્ય સંજોગોમાં યેલો એલર્ટમાં નીચે પ્રકારની ગાઈડલાઈન રહેતી હોય છે. જેમાં કન્સ્ટ્રક્શન એક્ટિવિટી ચાલુ રહેશે, દિલ્હી સરકારની ઓફિસમાં એ ગ્રેડના 100 ટકા સ્ટાફે અને બાકીના 50 ટકા સ્ટાફે આવવાનુ રહેશે,ખાનગી ઓફિસમાં 50 ટકા સ્ટાફ, દુકાનો ઓડ-ઈવન પ્રમાણે સવારે 10 થી રાત્રે 8 સુધી ખુલ્લી રહેશે, રેસ્ટોરન્ટો 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લી રહેશે,થીયેટરો,જિમ,સ્વિમિંગ પુલ,સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ,એન્ટરટેનમેન્ટ પાર્ક બંધ રહેશે,દિલ્હી મેટ્રો અને બસમાં 50 ટકા મુસાફરો મુસાફરી કરી શકશે,જ્યારે રાત્રે 10 થી સવારે 5 સુધી કરફ્યૂ રહેશે
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved