લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ફ્રાન્સમાં કોરોનાના દૈનિક એક લાખ જ્યારે ઈટાલીમાં 55 હજારથી વધુ કેસો

કોરોના મહામારીએ અમેરિકા અને બ્રિટન પછી ફ્રાન્સમાં હાહાકાર મચાવ્યો છે. ફ્રાન્સમાં ઓમિક્રોન વેરિઅન્ટ ફેલાતા છેલ્લા 24 કલાકમાં એક લાખથી વધુ કેસ નોંધાયા હતા. બીજીબાજુ ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ વસતી ધરાવતા રાજ્યમાં રવિવારે કોરોનાના નવા કેસ નોંધાયા છે. ચીનમાં બેઈજિંગ વિન્ટર ઓલિમ્પિક પહેલાં કોરોનાના 206 નવા કેસ નોંધાયા છે.આમ ફ્રાન્સમાં ગયા સપ્તાહે 1000થી વધુ લોકોનાં મોત થતાં કુલ મૃત્યુઆંક 1,22,546 થયો છે.આ રીતે ઈટાલીમાં પણ કોરોનાના કેસમાં ઊછાળો આવતા છેલ્લા 24 કલાકમાં નવા 54,762 કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ કેસ 56,22,431 થયા છે તેમજ મૃત્યુઆંક 1,36,530 થયો છે. આમ કોરોનાના કેસ વધતા રોકવા બ્રિટનમાં સરકારે વધુ આકરા નિયંત્રણો લાગુ કર્યા છે. વડાપ્રધાન બોરિસ જોન્સન નિષ્ણાતો સાથેની બેઠકમાં લેટેસ્ટ ડેટા અને કેસોની સમીક્ષા કર્યા પછી વધુ આકરા નિર્ણયો લાદવાની જરૂર છે કે કેમ તે અંગે નિર્ણય કરશે.