આઇપીએલની 2022ની સિઝન માટે સનરાઇઝર્સ હૈદ્રાબાદની ફ્રેન્ચાઇઝીએ તેમની ટીમના સપોર્ટ સ્ટાફની જાહેરાત કરી છે. જેમાં અન્ય નવ ટીમ અને ક્રિકેટ વિશ્વનું ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે વેસ્ટ ઇન્ડિઝના લેજન્ડ કે જે નિવૃત્તિ પછી કોમેન્ટેટર તરીકે રહ્યા છે તેવા બ્રાયન લારાની ટીમ માટે રણનીતિ નક્કી કરનારા સ્ટ્રેટેજિસ્ટ તરીકે તેમજ બેટિંગ કોચ તરીકે નિમણુંક થઈ છે. જ્યારે ફાસ્ટ બોલરોના કોચ તરીકે સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડેલ સ્ટેન રહેશે.જ્યારે સ્પિનરોના કોચ તરીકે શ્રીલંકાના મુરલીધરને તેનું સ્થાન જાળવી રાખ્યું છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાના ટ્રેવર બાયલીસને વર્ષ 2021માં સનરાઇઝર્સ હૈદ્રાબાદના હેડ કોચ તરીકે રાજીનામું આપ્યું હોઈ હેડ કોચ તરીકે ટોમ મુડીને પસંદ કરવામાં આવ્યા છે.ભારતના ભૂતપૂર્વ બેટસમેન હેમાંગ બદાની ફિલ્ડીંગ કોચ,જ્યારે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટસમેન સાયમન કેટિચ આસિસ્ટંટ કોચ તરીકે રહેશે.સનરાઇઝર્સ હૈદ્રાબાડે કેપ્ટન કેન વિલિયમસન,ઉમરાન મલિક અને અબ્દુલ સમાદને રીટેન કર્યા છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved