ઓમિક્રોન વેરિઅન્ટે દુનિયાભરમાં દહેશતનો માહોલ સર્જ્યો છે. ત્યારે યુકે,યુએસ અને યુરોપમાં ઓમિક્રોનના નવા કેસોની સાથે મરણાંક વધવાને કારણે વિવિધ દેશોમાં આકરાં નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે. યુએસમાં આરોગ્ય કર્મચારીઓની હાલત એટલી કફોડી થઇ છે કે સીડીસીએ નિર્ણય લેવો પડયો છે કે કોરોના પોઝિટિવ આરોગ્ય કર્મચારી ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ દસને બદલે સાત દિવસ હોમ ક્વોરન્ટાઇન રહ્યા બાદ પાછો કામે ચડી શકે છે. અમેરિકામાં કોરોનાના નવા 2.67 લાખ કેસ નોંધાયા છે જ્યારે વધુ 1,149 લોકોના મોત થયા હતા. આ સાથે કુલ કેસ 5.27 કરોડ જ્યારે મૃત્યુઆંક 8.34 લાખથી વધુ થયો છે. બીજીતરફ બ્રિટનમાં નવા 1.22 લાખ કેસ અને વધુ 137ના મોત થયા હતા. આ સાથે કુલ કેસ 1.18 કરોડ,જ્યારે મૃત્યુઆંક 1.47 થયો હતો. બીજી તરફ ઓસ્ટ્રેલિયામા આગામી 4 જાન્યુઆરીથી 18 વર્ષની ઉંમરના વ્યક્તિએ ચાર મહિના પૂર્વે પ્રથમ રસી મુકાવી હોય તો તે પણ બૂસ્ટર શોટ મેળવી શકશે. આ સિવાય દરમ્યાન ફલાઇટ ક્રૂ ઓમિક્રોનના ચેપનો ભોગ બનવાને પગલે વ્યસ્ત પ્રવાસન મોસમમાં દુનિયાની ત્રણ અગ્રણી એરલાઇન્સે નાતાલ દરમ્યાન સેંકડો ફલાઇટ રદ કરવાની જાહેરાત કરી છે. જર્મનીની લુફતહંસાએ તેમના વિમાનચાલકો મોટાપાયે માંદા પડી જવાને પગલે હ્યુસ્ટન,બોસ્ટન અને વોશિંગ્ટનની ડઝન જેટલી ફલાઇટો રદ કરવાની જાહેરાત કરી હતી. કોલંબિયા યુનિવર્સિટી અને હોંગકોંગ યુનિવર્સિટીના સંશોધકોએ જણાવ્યું હતું કે જેમણે મોડર્ના,ફાઇઝર,એસ્ટ્રાઝેનેકા અને જ્હોન્સન એન્ડ જ્હોન્સનની રસીના બે ડોઝ લીધા હોય તેમના કિસ્સામાં પણ રસી ઓછી અસરકારક જણાઇ છે. જ્યારે બીજીતરફ જર્મનીમાં ઓમિક્રોનના 3198 કેસો નોંધાવાને પગલે મરણાંક વધવાની સંભાવના વધી રહી છે. ઇઝરાયલે તમામ એર ટ્રાફિક પર પ્રતિબંધ મુકી દીધો હોવાથી સતત બીજે વર્ષે ઇન્ટરનેશનલ પ્રવાસીઓ બેથલેહેમમાં નાતાલ મનાવવા માટે આવ્યા નથી.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved