લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પંજાબની શાળાઓમા આગામી 24 થી 31 ડિસેમ્બર સુધી શિયાળાની રજા રહેશે

પંજાબમાં પડી રહેલી ઠંડીને જોતા પંજાબના સ્કુલ શિક્ષણ વિભાગે સ્કુલોમાં ઠંડીની રજા જાહેર કરી દીધી છે. જેના અંતર્ગત રાજ્યની તમામ સ્કુલો આગામી 24 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી બંધ રહેશે. જેને લઈ શિક્ષણ વિભાગ તરફથી આદેશ જારી કરવામાં આવ્યા છે. જે નિયમોનુ પાલન ન કરનાર સ્કુલો પર કડક કાર્યવાહી કરવામાં આવશે.શિક્ષણ વિભાગ તરફથી જારી આદેશ સરકારી,પ્રાઈવેટ એડેડ અને માન્યતા પ્રાપ્ત સ્કુલો પર લાગુ થશે. આ આદેશ ડાયરેક્ટર શિક્ષણ વિભાગ તરફથી જારી કરવામાં આવ્યા છે. એનાથી ચંદીગઢ શિક્ષણ વિભાગે આગામી 20 ડિસેમ્બર થી 7 જાન્યુઆરી સુધી શિયાળુ વેકેશનનુ એલાન કરી દીધુ હતુ.