લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / વિરાટ કોહલી વનડે અને ટી-20ના કેપ્ટનમાંથી રાજીનામુ આપી શકે, રોહિત શર્મા કેપ્ટન બની શકે

ભારતીય ક્રિકેટ ટીમમાં આગામી દિવસોમાં વ્હાઈટ બોલ ક્રિકેટમાં પરિવર્તન આવે તેવી શક્યતાઓ છે. જેમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાનારા ટી-20 વિશ્વકપ બાદ સીમિત ઓવર્સની ક્રિકેટમાંથી રાજીનામુ આપી શકે છે. ત્યારે તેમના સ્થાને ટીમ ઈન્ડિયાના ઓપનર બેટ્સમેન રોહિત શર્માને વનડે અને ટી-20 ટીમના કેપ્ટન બનાવવામાં આવે તેવી પણ શક્યતાઓ છે. આમ વર્તમાન સમયમા 32 વર્ષીય વિરાટ કોહલી ભારતના ત્રણેય ફોર્મેટના કેપ્ટન છે તે સાથે ભારતના અત્યારસુધીના સૌથી સફળ કેપ્ટન રહ્યા છે. આ સિવાય તેમણે રોહિત શર્મા સાથે કેપ્ટનશિપની જવાબદારીને શેર કરવાનો નિર્ણય લીધો છે. ત્રણેય ફોર્મેટની કેપ્ટનશિપના દબાણના કારણે વિરાટ કોહલીની બેટિંગ પર તેની ખૂબ અસર પડી છે. કોહલીના મતે તેમની બેટિંગને વધારે સમય અને વધારે સ્પીડની જરૂર છે. આગામી વર્ષ 2022 અને 2023માં ભારત 2 વિશ્વકપ રમવાનું છે. જેને કારણે વિરાટની બેટિંગને મહત્વની માનવામાં આવે છે.