લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડોદરાના પાદરા અને વડુ પંથકમાં બે દિવસમાં 3 ઇંચ વરસાદ પડ્યો

વડોદરાના પાદરા અને વડુ પંથકમાં મેઘમહેર યથાવત રહી હતી. જેમાં અત્યારસુધીમા સિઝનનો 641 મિ.મી વરસાદ નોંધાયો હતો. આમ લાંબા દિવસોના વિરામ બાદ વરસાદે ધમાકેદાર પધરામણી કરી હતી. જેના કારણે પાદરાની વાઘેશ્વરી સોસાયટી સહિતના નગરના અનેક નીચાણવાળા વિસ્તારો,સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા હતા. આ દરમિયાન છેલ્લા ત્રણ દિવસથી વરસાદના આગમન થતા મુરઝાઈ રહેલ ખેતીના પાકને જીવતદાન મળ્યુ હોવાથી તાલુકાના ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. વરસાદની મહેર થતા ખેતરમાં પાણી ભરાતા ડાંગર,કપાસ,દિવેલા સહિતના પાકોને લાભ થયો છે. આ સિવાય વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે.