ગાબા ખાતે ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ ટેસ્ટ મેચમાં ભારીય ટીમને જીત તરફ દોરી જનાર વિકેટકીપર રિષભ પંતને આઈસીસીએ મેન્સ પ્લેયર ઓફ ધ મંથ તરીકે નોમિનેટ કર્યો છે.પંત ઉપરાંત ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ તેમજ આયરલેન્ડના પોલ સ્ટિર્લિંગને પણ આઈસીસીએ આ એવોર્ડ માટે નોમિનેટ કર્યા છે.
આંતરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે મહિલા તેમજ પુરૂષ ક્રિકેટ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્લેયર ઓફ ધ મંથના નામાંકનની જાહેરાત કરી છે.જેમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાં કરેલા શ્રેષ્ઠ પ્રદર્શન બદલ આ એવોર્ડ આપવામાં આવે છે.જેમાં 23 વર્ષીય રિષભ પંતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બે ટેસ્ટ મેચ રમી હતી.જેમાં સીડની ટેસ્ટમાં 97 રન કરતા મેચ ડ્રો થઈ હતી,જ્યારે બ્રિસબેનમાં પંતે અણનમ 89 રન ફટકારતા ભારતનો ટેસ્ટ અને સીરિઝમાં ઐતિહાસિક વિજય થયો હતો.
આમ જાન્યુઆરીમા જો રૂટે બે ટેસ્ટમાં 228 અને 186 રનની ઈનિંગ રમી હતી અને તેની આ ઈનિંગની મદદથી શ્રીલંકા સામે તેમનો 2-0થી શ્રેણી વિજય પણ થયો હતો.આ સિવાય સ્ટિરર્લિંગે યુએઈ સામેની બે વનડે અને અફઘાનિસ્તાન સામેની ત્રણ વન-ડેમાં ત્રણ સદી ફટકારી હતી.
બીજીતરફ મહિલા ક્રિકેટર્સમાં પાકિસ્તાનની ડિયાના બૈગ અને દક્ષિણ આફ્રિકાની બેલડી શબનિમ ઈસ્માઈલ તેમજ મેરિઝેન કાપ્પનું પણ આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે નામાંકન કરવામાં આવ્યું.આઈસીસી વોટિંગ એકેડમીમાં રહેલા પ્રતિષ્ઠિત વરિષ્ઠ પત્રકારો,પૂર્વ ખેલાડીઓ તેમજ પ્રસારકો અને આઈસીસી હોલ ઓફ ફેમના કેટલાક સભ્યો ઈ-મેઈલથી મતદાન કરશે અને વિજેતા નક્કી કરશે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved