શ્રીલંકાએ ટી-20 વિશ્વકપ માટેની ટીમમાં યુવા સ્પિનર મહીશ થિકશાનાને સામેલ કર્યો છે. રમત મંત્રીની મંજૂરી સમયસર ન મળતાં શ્રીલંકાએ આઇસીસીની ડેડલાઈનના બે દિવસ બાદ ટી-20 વિશ્વકપ માટેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. જેમાં શ્રીલંકાના કેપ્ટન તરીકે શનાકાને યથાવત રાખવામાં આવ્યો છે. આ સિવાય ટોપ ઓર્ડરના બેટ્સમેન રાજપક્ષે અને કામિન્દુ મેન્ડિસને ટીમમાં તક આપવામાં આવી છે. લેફ્ટ આર્મ સ્પિનર પ્રવીન જયાવિક્રમાની સાથે સિનિયર ફાસ્ટ બોલર નુવાન પ્રદીપે પણ ટીમમાં સ્થાન મળ્યું છે. આમ શ્રીલંકાની ટીમ ટી-20 વિશ્વકપમાં નામિબીયા,આયરલેન્ડ,નેધરલેન્ડની સાથે ક્વોલિફાઈંગમાં ગ્રૂપ સ્ટેજની મેચોમાં રમશે. આ સિવાય તેઓ ઓક્ટોબરમાં 7 અને 9ના રોજ ઓમાન સામે બે આંતરરાષ્ટ્રીય મેચ પણ રમશે.
શ્રીલંકાની ટીમ – શનાકા (કેપ્ટન),ધનંજયા ડિ સિલ્વા (વાઈસ કેપ્ટન),આવિષ્કા ફર્નાન્ડો,અસાલાન્કા,કે.મેન્ડિસ,બી.રાજપક્ષા,ચાંદિમલ,કે.પરેરા,હસારંગા,ચામીકા કરૃણારત્ને,ચામીરા,થિક્શાના,જયાવિક્રમા,પ્રદીપ,મદુશંકા. રિઝર્વ પ્લેયર્સ- બિનુરા ફર્નાન્ડો,અકીલા ધનંજયા,થારંગા,કુમારા છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved