ભાવનગર શહેર અને જિલ્લામાં આજે ઘોઘા પર મેઘો મહેરબાન થઇને વરસ્યો હતો અને રાત સુધીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે ભાવનગર શહેરમા બે ઇંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય ઉમરાળામાં 20 મીમી, વલ્લભીપુરમાં 4 મીમી અને પાલિતાણા અને સિહોરમાં 2 મીમી,તળાજામાં 1 મીમી વરસાદ પડ્યો હતો. ઘોઘા પંથકમાં ભાદરવામાં અષાઢી માહોલ છવાયો હતો અને સાડા ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો હતો. ઘોઘામા 89 મીમી વરસાદ સાથે સિઝનનો કુલ 424 મીમી વરસાદ થઇ ગયો છે. આ સિવાય હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન તા.13 થી તા.15 સપ્ટેમ્બર દરમિયાન 40 કિલોમીટરથી 50-60 કિલોમીટર સુધી દરિયાઇ તટે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી હોવાથી દ્વારકા,વેરાવળ,દીવ,જાફરાબાદ,પીપાવાવ,વિક્ટર,ભાવનગર,અલંગ,ભરૂચ,દહેજ,મગદલ્લા અને દમણના માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરી છે. આ સિવાય ભાવનગર શહેર અને જિલ્લામાં આ વર્ષે 65 ટકાથી વધુ વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ મહુવામાં 586 મી.મી. અને સૌથી ઓછો વરસાદ સિહોર અને તળાજામાં 254 મી.મી. થયો છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved