લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશના 13 રાજયોને ચેકપોસ્ટ હટાવવા કેન્દ્ર સરકારે સૂચના આપી

કેન્દ્ર સરકારે દેશના તમામ રાજયોને તેમના માર્ગો પરની ચેકપોસ્ટ હટાવવા સૂચના આપી છે. જેમાં દેશમાં આડકતરા વેરામાં જીએસટીના આગમન બાદ રાજયોએ ચેકપોસ્ટ રાખવાની કોઈ જરૂર નથી તેવું જણાવીને ડ્રાઈવર અને વાહનો સહિત વાહન તથા સારથી પ્લેટફોર્મ ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. આમ દેશમાં ગુજરાત સહિત 22 રાજયોએ તેમની વેટ-ચેકપોસ્ટ લાંબા સમયથી હટાવી લીધી છે. પરંતુ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ,પ.બંગાળ,બિહાર,કેરળ,તેલંગાણા,આંધ્રપ્રદેશ,રાજસ્થાન,છતીસગઢ સહિતના 13 રાજયોમાં ચેકપોસ્ટની પ્રથા ચાલુ છે. ત્યારે કેન્દ્રના વાહન વ્યવહાર મંત્રી નિતીન ગડકરીએ ટોલનાકા દુર કરવાની યોજના બનાવી છે અને ચોકકસ માર્ગ પર પસાર થતા વાહનોની જીપીએસ સીસ્ટમથી આપોઆપ ટોલટેક્ષ ભરાઈ જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેમાં ચેકપોસ્ટના કારણે વાહનોને ચોંકાવું પડે છે તેના ઈંધણનો વપરાશ વધુ થાય છે અને સમય પણ બગડે છે.