લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઈ- વ્હીકલ અને ગ્રીન ટેકનોલોજીનું રૂા.57,000 કરોડનું બજેટ અડધુ કરવામાં આવશે

દેશમા ગ્રીન એનર્જી અને ઈ-વ્હીકલ માટે કેન્દ્રના પ્રયાસો છતા આગામી સમયમા શ્રેષ્ઠ ટેકનોલોજી સાથે કંપનીઓ આ પ્રકારના વાહનોના ઉત્પાદન વેચાણમાં આવે તેવા હેતુથી ગ્રીન વ્હીકલને જે પ્રોત્સાહનો આપવાનું પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે. સરકારે રૂા.57,000 કરોડનું પેકેજ તૈયાર કર્યુ હતું પણ હવે તે ઘટાડીને રૂા.26,000 કરોડનુ કરી નાખ્યુ છે અને આ પેકેજ હવે આગામી મહીને જાહેર કરશે. સરકાર માને છે કે જો ઉદાર પેકેજ હશે તો તેનો લાભ લેવા કંપનીઓની લાઈન થશે પણ સરકાર સસ્તા કરતા લાંબાગાળા માટે ઉપયોગી થાય તેવા લાંબાગાળાના શ્રેષ્ઠ ટેકનોલોજી અને સલામતી વ્યવસ્થા ધરાવતા વાહનો માર્ગ પર આવે. આ ક્ષેત્રમાં મોટી કંપનીઓ મારૂતી,હુંડાઈ,ટાટા સહિતની કંપનીઓ આવી શકે છે. ઈ-વ્હીકલ નિર્માણમાં કંપની માટે મોટું રોકાણ જરૂરી બનશે. સરકાર તેમાં કંપનીઓને પ્રોત્સાહન આપવા માંગે છે અને તબકકાવાર ડિઝલ વાહનો ઘટાડે તેવુ ઈચ્છે છે.