ચંદ્રની ભ્રમણકક્ષામાં તરતા મૂકાયેલા ચંદ્રયાન-2 ઉપર ઇન્સ્ટોલ કરાયેલા વિવિધ આધુનિક ઉપકરણો દ્વારા કેટલીક અત્યંત મહત્વની શોધ કરવામાં આવી છે. જેમાં ચંદ્રની જમીનના અંદરના ભાગે બરફના સ્વરૂપમાં પાણી હોવાના સંકેત શોધી કઢાયા હતા. આમ ચંદ્રયાન-2 પર ઇસરો દ્વારા અત્યંત આધુનિક ટેકનોલોજી ધરાવતા ઉપકરણો ફીટ કરાયા હતા તેમાં લાર્જ એરિયા સોફ્ટ એક્સ-રે સ્પેક્ટોમિટર,સોલર એક્સ-રે મોનિટર,ચંદ્રાસ એટમોસ્ફેરિક કોમ્પોઝીશનલ એક્સપ્લોરર,ડયુઅલ ફ્રિકવન્સી સિન્થેટિક રડાર,ઇમેજિંગ ઇન્ફ્રા-રેડ સ્પેક્ટોમિટર,ટેરિયન મેપિંગ કેમેરા,ઓર્બિટ હાઇ રેઝોલ્યુશન કેમેરા અને ડયુઅલ ફ્રિકવન્સી રેડિયોનો સમાવેશ થતો હતો. જેમાં આ સપ્તાહના આરંભે ઇસરો દ્વારા લ્યુનર સાયન્સ વર્કશોપ એન્જડ રિલિઝ ઓફ ચંદ્રાયાન-2 ડેટા નામનો બે દિવસની ચંદ્રના વિજ્ઞાપન વિષય પર બે દિવસના ચર્ચા-વિચારણા સંમેલનને ખુલ્લુ મૂક્યું હતું. જેની પાછળ દેશના બૌદ્ધિકો,વૈજ્ઞાનિકો,સંશોધકો,શિક્ષણશાસ્ત્રીઓ,વિવિધ સંસ્થાઓ અને વિદ્યાર્થીઓને અભિયાનમાં જોડવાનો આશય રહેલો હતો. ઇસરોના ચેરમેન અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસમાં સચિવ તરીકે કામ કરતા કે.શિવાને સંમેલનનુ ઉદઘાટન કર્યું હતું. શિવાને આ સંમેલનમાં ચંદ્રાયાનના વિવિધ ઉપકરણો દ્વારા કરાયેલી કેટલીક મહત્વની શોધ વિશે માહિતી રજૂ કરી હતી.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved