લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ઇંગ્લૈંડ સામેની પાંચમી ટેસ્ટમાં ઈજાગ્રસ્ત રોહિત અને પૂજારાને રમાડવા સામે અનિશ્ચિંતતા,શમી ફિટ

ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઈંગ્લેન્ડ સામેની પાંચી ટેસ્ટમાં રમવા માટે ફિટ હોવાનું મેડિકલ ટીમે જણાવ્યું છે. જ્યારે રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારા હજુ રમવા માટે ફિટ નથી અને મેડિકલ ટીમ તેમની દેખરેખ રાખી રહી છે. ઈંગ્લેન્ડ સામેની અંતિમ અને પાંચમી ટેસ્ટ 10 સપ્ટેમ્બરથી માન્ચેસ્ટરમાં શરૂ થશે. ઓવલમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં મોહમ્મદ શમી તેમજ ઈશાંત શર્માને ઈજાને પગલે આરામ આપવામાં આવ્યો હતો. જેમાં ભારતે ઈંગ્લેન્ડને 157 રનથી હરાવ્યું હતું. બીજીતરફ બૂમરાહે ચાર ટેસ્ટમાં 18 વિકેટો ઝડપી છે. આમ જો રોહિત ફિટ નહીં થાય તો તેના સ્થાને અભિમ્યુ ઈશ્વરન,મયંક અગ્રવાલ અને પૃથ્વી શોમાંથી કોઈને તક મળી શકે છે. જ્યારે પૂજારાના સ્થાને હનુમા વિહારી અને સૂર્યાકુમાર પૈકી કોઈ એકને ટીમમાં સ્થાન આપવામાં આવી શકે છે.