લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને રવિ પાકના એમ.એસ.પીમાં વધારો કરવામાં આવ્યો

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં કેન્દ્રીય કેબિનેટે વર્ષ 2022-23ની સિઝન માટે રવી પાકના એમ.એસ.પીમા વધારો કર્યો છે. કેન્દ્ર સરકારે ઘઉં માટે એમએસપીમા રૂ.40નો વધારો કર્યો છે. જેમાં સરકારના જણાવ્યા મુજબ મસૂર,રેપસીડ અને સરસવની એમ.એસ.પી અગાઉના વર્ષની સરખામણીએ વધારવામાં આવી છે. જેના કારણે રવિ પાક માટે લઘુતમ ટેકાના ભાવમાં વધારો થશે.