ઉત્તરાખંડના રાજ્યપાલ બેબીરાની મૌર્યએ રાષ્ટ્રપતિ સમક્ષ પોતાનું રાજીનામુ ધરી દીધું છે. રાજ્યપાલના સચિવ બી.કે સંતે આ વાતની પૃષ્ટિ કરી હતી. બેબીરાની મૌર્ય ઉત્તરાખંડના રાજ્યપાલ તરીકે 26 ઓગષ્ટના રોજ પોતાનો 3 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી ચુક્યા છે. આમ બે દિવસ પહેલા નવી દિલ્હી ખાતે ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાત બાદથી જ તેમના રાજીનામાની ચર્ચાએ જોર પકડ્યું હતું. ઉત્તરપ્રદેશ ભાજપમાં તેમને મોટી જવાબદારી સોંપાઈ હોવાની ચર્ચા છે. તે સિવાય ઉત્તરાખંડના નવા રાજ્યપાલ તરીકે કોને ચાર્જ સોંપાશે તેને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે. તેમણે પ્રદેશમાં મહિલાઓને આર્થિકરૂપે સશક્ત બનાવવાના મુદ્દાઓ પર જોર આપ્યું હતું. જેમાં તેમના કહેવા પ્રમાણે પ્રદેશની મહિલાઓ મહેનતુ અને લડાયક છે. મહિલાઓને રાજભવન ખાતેથી જે શ્રેષ્ઠ સહયોગ આપી શકાય તે માટે ભવિષ્યમાં પણ નક્કર પ્રયત્નો કરવામાં આવશે. ઉત્તરાખંડના રાજ્યપાલ તરીકેની કમાન સંભાળનારા બેબીરાની મૌર્ય પ્રદેશના બીજા મહિલા રાજ્યપાલ હતા. તેમના પહેલા મારગ્રેટ આલ્વા પ્રદેશના રાજ્યપાલ રહી ચુક્યા હતા.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved