બોલિવૂડ અભિનેતા અક્ષયકુમારના માતા અરુણા ભાટીયાનું આજે સવારે નિધન થયું છે. જેની જાણકારી અક્ષય કુમારે ટ્વીટ કરીને આપી છે. અક્ષય કુમારના માતાની તબિયત ખરાબ થઇ હતી જે બાદ તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે અક્ષયકુમાર શૂટિંગ છોડીને લંડનથી પરત ફર્યો હતો. અક્ષય કુમારે પોસ્ટમાં લખ્યું કે તે મારા જીવનનો આભારસ્તંભ હતા અને આજે હું અસહ્ય પીડામાંથી પસાર થઇ રહ્યો છું. મારી માતા અરુણા ભાટીયાએ આજે દુનિયાથી વિદાય લીધી છે. તેઓ બીજી દુનિયામાં મારા પિતા સાથે ચાલ્યાં ગયાં. આ સમય દરમિયાન હું અને મારો પરિવાર તમારી પ્રાર્થનાનું સન્માન કરીએ છીએ. ઓમ શાંતિ. આમ અક્ષયકુમાર લંડનથી પરત આવ્યો તેના બીજા દિવસે 7 સપ્ટેમ્બરે તેણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી. તેણે હાલનો સમય મુશ્કેલ હોવાનું જણાવ્યું હતું અને માતા જલદી સાજા થાય એ માટે પ્રાર્થના કરવાનું કહ્યું હતું. અક્ષય કુમારની માતાની તબિયત ઘણા દિવસથી ખરાબ હતી અને તેમને મુંબઇની હીરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Entertainment ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved