Error: Server configuration issue
રાજ્યમાં આગામી 10 સપ્ટેમ્બરથી શરૂ થતાં ગણેશોત્સવને લઇ મહેસાણામાં મૂર્તિ વિસર્જન માટે નગરપાલિકા દ્વારા પરા ફાયર સ્ટેશન પાછળ તળાવમાં બે કૃત્રિમ કુંડ બનાવવાનું શરૂ કરાયું છે. જેમાં સાર્વજનિક ગણેશોત્સવમાં વધુમાં વધુ 4 ફૂટ અને ઘરમાં 2 ફૂટની મૂર્તિ સ્થાપના કરવાની છૂટ અપાઇ છે. ફાયર સ્ટેશન પાછળ આવેલી તળાવની જગ્યાએ 10 બાય 15ના બે કુંડ બનાવી પાણી ભરવામાં આવશે. જેમાં મૂર્તિની પૂજા-અર્ચના, આરતી બાદ ફાયર ટીમ કુંડના પાણીમાં મૂર્તિ વિસર્જન કરશે. આ સિવાય બાજુમાં એક નાનો કુંડ પણ બનાવાશે, જેમાં પૂજનનાં ફૂલ,પૂજાપો વગેરે એકત્ર કરવામાં આવશે. આ દરમિયાન વરસાદ થતાં સૂકાભઠ્ઠ તળાવમાં પાણી આવવા લાગ્યું હતું, ત્યારે તળાવ પાણીથી ભરાય તો મૂર્તિ વિસર્જન માટે વ્યવસ્થા કરી અપાશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved