લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / વાહનોમાં ભાવવધારો છતા વેચાણમાં વધારો નોધાયો

વાહનોના વેચાણમાં વધારો અને કમર્સિઅલ વાહનોમાં મજબૂત રિકવરીને પરિણામે ઓગસ્ટમાં ઓટોના રિટેલ વેચાણમા વાર્ષિક ધોરણે 14.48 ટકા વૃદ્ધિ થઈને 13.84 લાખ વાહનોનું વેચાણ થયું છે. આમ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તથા વાહનોની કિંમતમાં પણ વધારો થયો હોવાછતાં વેચાણમાં વૃદ્ધિ જોવા મળી હોવાનું ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર એસોસિએશનની યાદીમાં જણાવાયું હતું. આમ વાહનોના નવા મોડેલ્સ તેમજ નીચા વ્યાજદરની લોન્સ વેચાણ વૃદ્ધિમાં ટેકારૂપ બન્યા છે. કમર્સિઅલ વાહનોનું વેચાણ 97.94 ટકા, જ્યારે ટ્રેકટર્સના વેચાણમાં 5.50 ટકા વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે થ્રી વ્હીલર્સના વેચાણમાં 79.70 ટકાનો વધારો થયો છે.